બંધ

    વેબસાઈટની પોલિસી

    નિયમો અને શરતો

    આ વેબસાઈટ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર/એન.આઇ.સી.એસ.આઇ. દ્વારા ડિઝાઈન, વિકસાવવામાં અને જાળવવામાં આવી છે અને ઈ-કમિટી અને સંબંધિત હાઈકોર્ટ દ્વારા વિગતો પ્રદાન કરવામાં આવી છે. આ વેબસાઈટમાં પ્રદર્શિત દસ્તાવેજો અને માહિતી માત્ર સંદર્ભ હેતુઓ માટે છે અને કાનૂની દસ્તાવેજનું પ્રયોજન નથી.
    જો કે આ વેબસાઈટ પરની વિગતોની ચોકસાઈ અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમ છતાં તેને કાયદાના નિવેદન તરીકે અથવા કોઈપણ કાનૂની હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. કોઈપણ અસ્પષ્ટતા અથવા શંકાના કિસ્સામાં, વપરાશકર્તાઓને સંબંધિત સત્તાવાળાઓ અથવા સંબંધિત રેકોર્ડ સાથે ચકાસવા/તપાસવાની સલાહ આપવામાં આવે છે.
    સંબંધિત અધિનિયમો, નિયમો, વિનિયમો, નીતિ, નિવેદનો વગેરેમાં જે જણાવવામાં આવ્યું છે અને જે સમાવિષ્ટ છે તે વચ્ચેના કોઈપણ તફાવતના કિસ્સામાં, સંબંધિત અધિનિયમો, નિયમો, વિનિયમો, નીતિ, નિવેદનો વગેરેમાં જે જણાવવામાં આવ્યું છે તે માન્ય રહેશે. આ વેબસાઇટના ઉપયોગના સંબંધમાં કોઈપણ ખર્ચ, નુકસાન અથવા મુદતબાધ વિના, પરોક્ષ અથવા પરિણામી નુકસાન અથવા ડેટાના ઉપયોગ અથવા ઉપયોગના નુકસાનથી ઉદ્ભવતા કોઈપણ ખર્ચ, નુકસાન માટે કોઈ પણ સંજોગોમાં ઈ-કમિટી જવાબદાર રહેશે નહીં.
    આ નિયમો અને શરતો ભારતીય કાયદાઓ અનુસાર નિયંત્રિત રહેશે અને અર્થઘટન કરવામાં આવશે. આ નિયમો અને શરતો હેઠળ ઉદ્ભવતા કોઈપણ વિવાદ માત્ર ભારતની અદાલતોના અધિકારક્ષેત્રને આધીન રહેશે.
    આ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી માહિતીમાં હાઈપરટેક્સ્ટ લિંક્સ અથવા અન્ય વિભાગો અથવા અદાલતો દ્વારા બનાવેલ અને જાળવવામાં આવેલી માહિતીના પોઈન્ટર્સનો સમાવેશ થઈ શકે છે. ઈ-કમિટી ફક્ત તમારી માહિતી અને સુવિધા માટે આ લિંક્સ અને પોઈન્ટર્સ પ્રદાન કરી રહી છે. જ્યારે તમે બહારની વેબસાઈટની લિંક પસંદ કરો છો, ત્યારે તમે ઈ-કોર્ટની વેબસાઈટ છોડી રહ્યા છો અને બહારની વેબસાઈટના માલિકો/પ્રાયોજકોની ગોપનીયતા અને સુરક્ષા નીતિઓને આધીન છો.

    ઇ-કમિટી આવા લિંક કરેલા પૃષ્ઠોની દરેક સમયે ઉપલબ્ધતાની ખાતરી આપતી નથી.

    ઇ-કમિટી લિંક કરેલી વેબસાઇટ્સમાં સમાવિષ્ટ કૉપિરાઇટ સામગ્રીના ઉપયોગને અધિકૃત કરી શકતી નથી. વપરાશકર્તાઓને લિંક કરેલી વેબસાઇટના માલિક પાસેથી આવી અધિકૃતતાની વિનંતી કરવાની સલાહ આપવામાં આવે છે.
    ઈ-કમિટી એવી બાંહેધરી આપતી નથી કે લિંક કરેલી વેબસાઈટ ભારત સરકારની વેબ ગાઈડલાઈન્સનું પાલન કરે છે. ઈ-કમિટી કોઈપણ માલ અથવા સેવાઓની પ્રમાણભૂતતા, ઉપલબ્ધતા અથવા કોઈ પણ સીધા અથવા પરિણામી નુકસાન અથવા ખોટ, અથવા આ વેબસાઇટ્સની મુલાકાત લેવા અને ટ્રાન્ઝેક્શન કરવાથી લાગુ પડતા આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક કાયદાઓના ઉલ્લંઘન માટે કોઈ પણ રીતે સમર્થન આપતી નથી કે કોઈ નિર્ણય અથવા વોરંટી ઓફર કરતી નથી અને કોઈ જવાબદારી સ્વીકારતી નથી.

    ગોપનીયતા નીતિ

    આ વેબસાઈટ પરની સામગ્રીની ચોકસાઈની ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમ છતાં તેને કાયદાના નિવેદન તરીકે અથવા કોઈપણ કાનૂની હેતુઓ માટે ઉપયોગમાં લેવા જોઈએ નહીં. ભારતીય સર્વોચ્ચ અદાલતની ઇ-કમિટી વિગતોની ચોકસાઈ, સંપૂર્ણતા, ઉપયોગિતા અથવા અન્યથા સંબંધમાં કોઈ જવાબદારી સ્વીકારતી નથી. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ માહિતીની ચકાસણી/તપાસ કરે અને આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પર કાર્ય કરતા પહેલા કોઈપણ યોગ્ય વ્યાવસાયિક સલાહ મેળવે.

    જ્યારે વપરાશકર્તાઓ સાઇટની મુલાકાત લે ત્યારે ઈ-કમિટીને કોઈપણ વપરાશકર્તાને વ્યક્તિગત રીતે ઓળખવા માટે પરવાનગી આપતી કોઈપણ વપરાશકર્તાની કોઈ ચોક્કસ વ્યક્તિગત માહિતી ઈ-કોર્ટ્સ વેબસાઈટ આપમેળે મેળવતી નથી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઈ-મેઈલ એડ્રેસ). વપરાશકર્તાઓ સામાન્ય રીતે વ્યક્તિગત માહિતી જાહેર કર્યા વિના સાઇટની મુલાકાત લઈ શકે છે, સિવાય કે વપરાશકર્તાઓ આવી માહિતી પ્રદાન કરવાનું પસંદ કરે.

    • સાઇટ વિઝિટ ડેટા
      આ વેબસાઇટ વપરાશકર્તાની મુલાકાતને રેકોર્ડ કરે છે અને આંકડાકીય હેતુઓ માટે નીચેની માહિતી લોગ કરે છે – વપરાશકર્તા સર્વરનું એડ્રેસ; ટોચના સ્તરના ડોમેનનું નામ જેમાંથી વપરાશકર્તાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, ઉદાહરણ તરીકે .gov, .com, .in વિ.; વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રાઉઝરનો પ્રકાર; વપરાશકર્તાઓ જ્યારે સાઇટ ઍક્સેસ કરે છે તે તારીખ અને સમય; વપરાશકર્તાઓએ ઍક્સેસ કરેલ પેજ. અમે વપરાશકર્તાઓ અથવા તેમની બ્રાઉઝિંગ પ્રવૃત્તિઓને જાણીશું નહીં, સિવાય કે જ્યારે કાયદા અમલીકરણ એજન્સી, સેવા પ્રદાતાના લોગનું નિરીક્ષણ કરવા માટે વોરંટનો ઉપયોગ કરે.
    • કુકિઝ
      કૂકી એ સોફ્ટવેર કોડનો એક ભાગ છે જે ઇન્ટરનેટ વેબ સાઇટ વપરાશકર્તાના બ્રાઉઝરને મોકલે છે જ્યારે વપરાશકર્તાઓ તે સાઇટ પરની માહિતી ઍક્સેસ કરે છે. આ વેબસાઇટ કૂકીઝનો ઉપયોગ કરતી નથી.
    • વ્યક્તિગત માહિતીનો સંગ્રહ
      જો વપરાશકર્તાઓને અન્ય કોઈ વ્યક્તિગત માહિતી માટે પૂછવામાં આવે અને જો વપરાશકર્તાઓ તેને આપવાનું પસંદ કરે, તો વપરાશકર્તાઓને જાણ કરવામાં આવશે કે તો તેનો ઉપયોગ કેવી રીતે થશે. જો કોઈપણ સમયે વપરાશકર્તાઓ માને છે કે આ ગોપનીયતા નિવેદનમાં ઉલ્લેખિત સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી, અથવા આ સિદ્ધાંતો પર કોઈ અન્ય ટિપ્પણીઓ હોય, તો કૃપા કરીને ‘અમારો સંપર્ક’ પેજ દ્વારા વેબમાસ્ટરને સૂચિત કરો.
    • નોંધ: આ ગોપનીયતા નિવેદનમાં “વ્યક્તિગત માહિતી” શબ્દનો ઉપયોગ એવી કોઈપણ માહિતીનો સંદર્ભ આપે છે જેમાંથી વપરાશકર્તાની ઓળખ સ્પષ્ટ થતી હોય અથવા વ્યાજબી રીતે નિશ્ચિત કરી શકાય.</li

    કૉપિરાઇટ નીતિ

    આ વેબસાઈટ પરની સામગ્રીઓ સ્ત્રોતને યોગ્ય અને સ્પષ્ટપણે દર્શાવ્યા વિના, આંશિક અથવા સંપૂર્ણ રીતે પુનઃઉત્પાદિત કરી શકાશે નહીં. આ વેબસાઇટની સામગ્રીનો ઉપયોગ કોઈપણ ભ્રામક અથવા વાંધાજનક સંદર્ભ અથવા અપમાનજનક રીતે કરી શકાશે નથી. જો કે ઈ-કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ સામગ્રીને પુનઃઉત્પાદિત કરવાની પરવાનગી એવી કોઈ પણ સામગ્રી કે જેને તૃતીય પક્ષના કોપીરાઈટ તરીકે ઓળખવામાં આવે તેને લાગુ પડશે નહીં. આવી સામગ્રીને પુનઃપ્રકાશિત કરવાની અધિકૃતતા સંબંધિત અદાલતો પાસેથી મેળવવી આવશ્યક છે.